મોરબીમાં યુવાનને બે શખ્સોએ પાઇપ વડે માર માર્યો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખે જૂની કિશાન ફસલ વીમા યોજના ચાલુ કરવાની મુખ્યમંત્રી સમક્ષ કરી માંગ
SHARE
રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખે જૂની કિશાન ફસલ વીમા યોજના ચાલુ કરવાની મુખ્યમંત્રી સમક્ષ કરી માંગ
ગુજરાત રાજ્ય ખેડૂતો માટે જૂની કિશાન ફસલ વીમા યોજના ચાલુ કરવાની માંગ કરવામાં આવેલ છે અને આ બાબતે મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે.
હાલમાં કાન્તિલાલ ડી. બાવરવાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાતના ખેડૂતો અવાર નવાર અતીવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિથી પરેશાન થાય છે. અને તેઓ દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે. જેનાથી કિશાનો દેવામાં ડૂબતા જાય છે અને ખેડૂતો દ્વારા આર્થિક તંગીના કારણે અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે. તાજેતર માં સૌરાષ્ટ્રમાં બે બનાવો બનેલ છે સરકાર દ્વારા S.D.R.F. મુજબ જે સહાય ચૂકવામાં આવે છે તે તો ખેડૂતોની મશ્કરી સમાન છે. જે ખેડૂતો પાંચ લાખનું કરજ લઈને પોતાના પાકો વાવેલ હોય તેને વધારેમાં વધારે ફક્ત 23 હાજર રૂપિયા જ મળે છે તો આનાથી તેને શું રાહત મળે તે પ્રશ્ન છે. જેથી આ યોજના ખેડૂતોને દાઝ્યા પર ડામ આપવા સમાન હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે.
જેથી સરકાર ખરેખર ખેડૂતોની હિતેચ્છુ હોય તો વર્ષ 2014 પહેલા જે સરકારી વીમા કંપનીઓ દ્વારા વીમાનું પ્રીમીયમ લઇને વીમો આપવામાં આવતો હતો અને તે કંપની દ્વારા જે વીમો ચુકવવાની પધ્ધતિ હતી તે જૂની પધ્ધતિ ફરીથી લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે જો આ યોજનામાં પ્રાઇવેટ વીમા કંપનીને આપવામાં આવે તો ખેડૂતોને કેવો અન્યાય કરવામાં આવે છે તે સહુ જાણે છે જેથી ખેડૂતોના હિતમાં ફરીથી કિશાન ફસલ વીમા યોજના સરકારી વીમા કંપની દ્વારા ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને તેનો લાભ થશે.