વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં પરિવારના મોભીની સ્મૃતિમાં નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં દર્દીને ચેકઅપ સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવશે. જેથી કરીને વધુમાં વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના ખાતે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની સ્મૃતિમાં તા 20/11 ના રોજ તેમના ધર્મપત્ની ગં.સ્વ. દમીયંતીબેન, પુત્ર સિદ્ધાર્થભાઈ દ્વારા અવેશ ચાનિયા એડવોકેટે યુસુફભાઈ ચાનિયા, રોહિલાપીરની દરગાહ પાસે, નકાઅદા મંદિર પાસે, મકરાણીવાસ ખાતે નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.હસ્તીબેન મહેતાના દ્વારા દર્દીઓને તપાસી, બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરી આપવા સાથે જરૂરતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તેમજ જયસુખભાઇ ભાલોડિયા દ્વારા હાડકા, સાંધા તેમજ વા ના દર્દીને પોઇન્ટની વિશેષ સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,  ડો. હસ્તીબેન મહેતાનો આ 144 મો એક દિવસિય કેમ્પ થશે.




Latest News