મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ડાયાબિટીસ નિવારણ માટે યોજાયેલ યોગ શિબિરનો પ્રારંભ


SHARE













મોરબીમાં ડાયાબિટીસ નિવારણ માટે યોજાયેલ યોગ શિબિરનો પ્રારંભ

વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાંડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે શ્રીસરસ્વતી શીશુ મંદિર મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ યોગ શિબિરમાં બહોળી સંખ્યામાં રજીસ્ટર કરાવીને ડાયાબિટીસ પેશન્ટ જોડાયા હતા.

મોરબીમાં રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જે.એસ. ભાડેસિયા, ડૉ. વિજયભાઈ ગઢીયાડૉ.પ્રવીણ વડાવિયા અને ડો. ચિરાગ આધારાની પ્રેરક ઉપસ્થિતિમાં શિબિર પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તેઓનું માર્ગદર્શન દરેક લોકોમે મેળવ્યું હતું. આ તકે યોગઆયુર્વેદ અને એલોપેથીના ત્રિવેણી સંગમ વિશેની વાત ડો.પ્રવીણભાઈ વડાવિયા દ્વારા રજૂ કરાયેલ અને આયુર્વેદ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા અંગે અત્યંત જરૂરી જાણકારી આપવામાં આવી હતી. તો ડો.વિજયભાઈ ગઢીયા દ્વારા ડાયાબિટીસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને ડાયાબિટીસને દૂર રાખવા જીવન શૈલીમાં કરવાના થતાં ફેરફારોની સમજ આપવામાં આવી હતી. જયારે .ડો.ચિરાગ અધારા દ્વારા યોગ અને એક્સરસાઇઝનું મહત્વ જણાવેલ અને ડાયાબિટીસ વાળા લોકોને આ બાબતની સંપૂર્ણ જાણકારી આપી રોગમાંથી બહાર નીકળીને તંદુરસ્ત બને તેવા લાગણી વ્યકત કરી હતી આ ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરને સફળ બનાવવા મોરબી ઇન્ડિયન મેડિકલ એસો.ની ટીમઆરોગ્ય વિભાગ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લાની સમસ્ત ટીમ સતત કાર્યરત રહેલ તેવું મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહે યાદીમાં જણાવેલ છે






Latest News