મોરબીમાં કાલે ઔદિચ્ય સહસ્ત્ર સત્તર તાલુકા બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે
મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના નામે 3.30 લાખની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના નામે 3.30 લાખની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબીના સનાળા ગામે રહેતા યુવાનને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને 3.30 લાખ રૂપિયાના મુદામાલનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીના સનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયા (39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે. સનાળા ગામ રામજી મંદિર પાસે મોરબી વાળા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આશરે બે મહિના પહેલા આરોપીએ ફરિયાદીને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધા હતા અને વિધિ કરાવવાના બહાને તેની પાસેથી સોનાની એક અઢી તોલાની ચેન, સોનાનો કાપ અડધા તોલાનો, સોનાની છ નંગ બુટ્ટી અને સોનાની બે વીંટી તે ઉપરાંત રોકડા રૂપિયા 50,000 આમ કુલ મળીને 3.30 લાખનો મુદ્દામાલ લીધેલ હતો અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એચ.આર.જાડેજા તથા રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી નિલેશગીરી ઉર્ફે નલિનગીરી મોતીગીરી ગોસાઈ જાતે બાવાજી (55) રહે. સનાળા રામજી મંદિર પાછળ મોરબી હાલ રહે. રાસંગપુર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર તથા ચંદ્રસિંહ બટુકભા ઝાલા જાતે દરબાર (43) રહે સનાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.