સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાન પાસેથી 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં વેપારી યુવાન પાસેથી 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં દુકાન ધરાવતા વેપારી યુવાન પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવતી હતી અને સમયાંતરે તેની પાસેથી રોકડા 5,43,000 સહિત કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. અને માર મારીને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જે ગુનામાં પહેલા પકડાયેલ આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે અને આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન દેવકુમાર ચેતનભાઇ સોરીયા (21)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલાભાઈ રબારી તથા તેની સાથે રહેલા આજાણ્યા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, વિશાલ રબારી સાથે તેને કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ ન હતી તેમ છતાં પણ તેની પાસે બળજબરીથી ખંડણી માંગવામાં આવતી હતી અને અલગ અલગ સમયે તેની પાસેથી વિશાળ રબારીએ 5.46 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.

આટલું જ નહીં ફરિયાદી પાસેથી મોબાઈલ અને બુલેટ મળીને કુલ 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો તેમજ તે યુવાનને ટંકારા તાલુકાના વીરપર ગામની ખીણમાં તેમજ મીતાણા ગામ નજીક લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારે યુવાનને માર માર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી. અને આરોપી વિશાલ વેલજીભાઇ આલ જાતે રબારી રહે. શક્તિ માતાજીનાં મંદિર પાછળ શનાળા વાળાની ધરપકડ કરી હતી.

આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ સી.એમ. કરકર અને તેની ટીમે આ ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે જેમાં સઇદ અક્રમ નરુલ અમીન કાદરી (25) રહે. ભવાની સોડા વાળી શેરી કાલીકા પ્લોટ રવાપર રોડ મોરબી તથા સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા (20) રહે. સનાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.




Latest News