મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: ઘરે રસોઈ બનાવતા સમયે ગેસની લાઇન ફાટતાં દાઝી ગયેલ સગીરાનું સારવારમાં મોત


SHARE















મોરબી: ઘરે રસોઈ બનાવતા સમયે ગેસની લાઇન ફાટતાં દાઝી ગયેલ સગીરાનું સારવારમાં મોત

મોરબીના જૂના જાંબુડીયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં ગેસની લાઈન ફાટતા સગીરા દાજી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જુના જાંબુડીયા ગામ પાસે ધર્મ સિદ્ધિ સોસાયટીમાં રહેતી દેવાંશીબેન રામસિંગભાઈ રાઠવા (16) નામની સગીરા ઘરે જમવાનું બનાવતી હતી તે વખતે કોઈ કારણોસર ઘરે ગેસની લાઈન ફાટતા આગ લાગવાની ઘટના બની હતી જેમાં દાજી જવાના કારણે તે સગીરાને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનુ મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News