મોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપી જામીન મુક્ત
SHARE
મોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપી જામીન મુક્ત
મોરબી તાલુકામાં હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી માન્ય રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં તા 1/11 ના રોજ ફરિયાદી મયુર કાન્તિલાલ શેરશીયાએ આરોપી આશુતોષ વઘાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પિતા કાન્તિલાલ લવજીભાઈ સેરશીયાને આરોપી આશુતોષએ 4200 કેન્ટીનના બાકી રકમ બાબતે બોલાચાલી કરી છરીના ત્રણ ચાર ઘા મારી ઈજા કરી હતી જેથી પોલીસે ફરિયાદ નોંધી આરોપી આશુતોષ હર્ષદ વઘાડીયાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યો હતો જે આરોપીએ મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલ મનીષભાઈ ઓઝાની ધારદાર દલીલો માન્ય રાખી આરોપી આશુતોષને શરતી જામીન પર મુક્ત કર્યો છે