મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારાના લજાઈ નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી નજીક લજાઈ પાસે કાર બંધ પડી હતી જેથી યુવાન તેના મિત્રની ગાડીમાં કારીગરને સાથે લઈને તે ગાડી લેવા માટે ગયો હતો ત્યારે સામેથી આવેલ કારના ચાલકે બંધ પડેલ ગાડીમાં ટક્કર મારી હતી અને રોડ ઉપર ઉભેલા બંને મિત્રોને પણ હડફેટે લીધા હતા જેથી ઈજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 397 માં રહેતા કુલદીપ કિર્તીભાઈ છગાણી (27)એ હાલમાં સફેદ કલરની કીયા કંપનીની કારેન્સ કાર નં, જીજે 10 ડીઆર 1745 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની સીયાજ ગાડી નં. જીજે 36 એલ 5501 બંધ પડી હતી જેથી કરીને તે તેના મિત્ર વિકાસ નરેશભાઈ ચંદવાણી (32)ની ગાડીમાં કારીગરને સાથે લઈને પોતાની ગાડીને લેવા માટે ગયા હતા અને કારીગર ગાડી રીપેર કરી રહ્યો હતો ત્યારે ફરિયાદી અને તેનો મિત્ર ત્યાં બહાર ઊભા હતા ત્યારે આરોપીએ ગાડી ફરિયાદી તથા તેના મિત્રને હડફેટે લીધા હતા અને ત્યાર બાદ તેની બંધ પડેલ કારમાં આરોપીએ તેની ગાડી અથડાવી હતી. આ બનાવમાં વિકાસ ચંદવાણીને માથામાં તેમજ શરીરે ગંભરી ઇજા થયેલ હતી જેથી કરીને રાજકોટ ખાતે સારવારમાં તેનું મોત નિપજ્યુ હતું અને ફરિયાદીને ડાબી બાજુના ખંભાના ભાગે તથા છાતીના પાસડીના ભાગે ફેકચર તેમજ શરીરે ઇજાઓ થયેલ છે જેથી કરીને ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને ટંકારા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે




Latest News