મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ડબલ સવારી બાઈકને ફોર્ચ્યુનરના ચાલકે ટક્કર મારતા ઇજા પામેલા બંને યુવાન સારવારમાં


SHARE





























માળીયા (મી) નજીક ડબલ સવારી બાઈકને ફોર્ચ્યુનરના ચાલકે ટક્કર મારતા ઇજા પામેલા બંને યુવાન સારવારમાં

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલની સામેના ભાગમાંથી ડબલ સવારી બાઈકમાં બે યુવાન જઇ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને સાઈડમાંથી ફોર્ચ્યુનર ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને માથામાં અને શરીરને ઇજાઓ થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ફોર્ચ્યુનર ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના જોડીયામાં મોટાવાસ બંદર રોડ ઉપર રહેતા જુસબભાઈ હારૂનભાઈ કક્કલ (52) એ ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે 39 સીએ 9396 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીની દીકરીના થોડા સમય પહેલા જ માળીયામાં લગ્ન થયેલ છે અને તેની દીકરીને તેડવા માટે થઈને તેઓ આવ્યા હતા તેવામાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલની સામેના ભાગમાંથી તેનો દીકરો જુબેર (19) અને ભત્રીજો હનીફ (19) બંને બ્લેન્ડર બાઈક નંબર જીજે 36 એઇ 8633 લઈને કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર પેટ્રોલ ભરી પરત આવતા હતા ત્યારે ગાડીના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના દીકરા જુબેરને હાથે, પગે, માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના ભત્રીજા હનીફને માથાના ભાગે ઇજા થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.
















Latest News