મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ભાઈએ કરેલ મજાકનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: છરી-ધોકા વડે માર માર્યો


SHARE









હળવદના માથક ગામે ભાઈએ કરેલ મજાકનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: છરી-ધોકા વડે માર માર્યો

હળવદના માથક ગામે રહેતો યુવાનનો ભાઈ ગામમાં જ રહેતા એક શખ્સની અવારનવાર મજાક કરતો હતો જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામે રામજી મંદિર પાસે રહેતા શક્તિસિંહ રાજુભાઈ ગોહિલ જાતે કારડીયા રાજપુત (20)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ ગોગજીભાઈ જેતપરા, રવિભાઈ રણછોડભાઈ સડાણીયા, રણછોડભાઈ પોપટભાઈ સડાણીયા અને બાબુભાઈ પોપટભાઈ સડાણીયા રહે. બધા માથક વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદીનો નાનો ભાઈ નિખિલ અવારનવાર આરોપી સુરેશભાઈ જેતપરાની મજાક કરતો હતો જે બાબતનો ખાર રાખીને સુરેશભાઈ તથા રણછોડભાઈએ છરી સાથે અને રણછોડભાઈ તથા બાબુભાઈ લાકડાના ધોકા સાથે તેની પાસે આવ્યા હતા અને યુવાન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડાના ધોકા વડે શરીર ઉપર માર માર્યો હતો. તેમજ રવિભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.




Latest News