ટંકારાના લજાઈ નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેર શહેર-તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ 63.78 લાખના દારૂ ઉપરા રોડ રોલર ફરી ગયું
SHARE
વાંકાનેર શહેર-તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ 63.78 લાખના દારૂ ઉપરા રોડ રોલર ફરી ગયું
મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં પકડવામાં આવતા વિદેશી દારૂનો સમયાંતરે કોર્ટની મંજૂરી સાથે નિકાલ કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેરના ઇન્ચાર્જ ડીવાયએસપી આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇ 2024 થી ઓક્ટોબર 2024 સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વીદેશી દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટમાંથી લેવામાં આવી હતી અને કોર્ટ તરફથી મંજૂર આપવામાં આવતા વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ દારૂનો નાશ કરવામાં આવેલ છે.
હાલમાં પોલીસે રોડ રોલર ફેરવીને જે દારૂનો નાશ કરેલ છે તેમાં વાંકાનેર તાલુકા પોલીસ ખાતે નોંધાયેલા પાંચ ગુનાની 29,469 બોટલ જેની કિંમત 62,78,270 તથા વાંકાનેર શહેર પોલીસના આઠ ગુનાની 333 બોટલ જેની કિંમત 1,00,225 આમ કુલ મળીને 29,902 બોટલ ઉપર રોડ રોલર ફેરવીને 63,78,495 ની કીંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેરના પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, વાંકાનેરના ઇન્ચાર્જ ડીવાયએસપી આર.ટી.વ્યાસ, નશાબંધી અને આબકારી ખાતુ રાજકોટના પીઆઇ એસ.સી.વાળા, વાંકાનેર તાલુકા પીઆઇ ડી.વી.ખરાડી અને વાંકાનેર શહેર પીઆઇ એચ.વી.ઘેલા સહિતનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો.