હળવદના માથક ગામે ભાઈએ કરેલ મજાકનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: છરી-ધોકા વડે માર માર્યો
હળવદ માર્કેટ યાર્ડ પાસે ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
SHARE








હળવદ માર્કેટ યાર્ડ પાસે ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનોને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હળવદ માર્કેટયાર્ડ ખાતે રહેતા ઓમારામભાઇ જ્વારારામભાઇ જાંટ (25) નામના યુવાને ટેલર ટાંકો નં. જીજે 6 બીટી 3667 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પાસેથી તેમનો ભાઈ આસુરામભાઇ પુરારામભાઇ જાંટ (33) હાલ રહે. હળવદ માર્કેટયાર્ડ મૂળ રહે રાજસ્થાન વાળો જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના હવાલા વાળા ટેલર ટાંકાથી તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
