મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન


SHARE











હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ધાંગધ્રા ખાતે જનતા જીપાસે રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જોગીન્દ્રસિંહ ગુરમુખસિંહ ટાંક જાતે શીખ સરદારજી (29) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેંદ્રસિંઘ બીશનસિંઘ બગ્ગા રહે. વાકાનેર, જીતસિંઘ પ્રધાનસિંઘ ટાંક રહે. ધાંગધ્રા અને બહાદુરસિંઘ કરતારસિંઘ ભાદા રહે. ચુપણી મુળ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા સાહેદો હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ભૂંડ પકડવા માટે આવ્યા હતા ત્યારે મહેંદ્રસિંઘ બગ્ગાએ પોતાના હવાલા વાળી ગાડી ફરિયાદીની ગાડીમાં અથડાવી હતી અને તેઓના વાહનમાં નુકસાની કરી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભૂંડ પકડવા તેમજ અરજી પાછી ખેંચી લેવા બાબતે ફરિયાદી તથા ત્રિલોક અને બલદેવ સાથે બોલાચાલી, ઝઘડો કર્યો હતો અને ધોકા વડે માર્યો હતો ત્યારે ફરિયાદીને બચાવવા સાહેદો વચ્ચે પડતા તેઓને પણ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને બલદેવને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે વળતી ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News