મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના મુનનગર ચોક પાસેથી યુવાન અને તેનો ભાઈ બંને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં તે બંનેના પોતાની પત્નીઓને જોઈ જતાં તેની સાથે તે વાતચીત કરતા હતા દરમિયાન તેઓના ફઈજી સહિત ત્રણ વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી, ઝઘડો કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ફઈજી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડાના રોડ ઉપર આવેલ શિવમ પેલેસ બ્લોક નંબર 304 માં રહેતા વિજયભાઈ ત્રિભુવનભાઈ સવસાણી (37)એ રાજેન્દ્ર મોહનભાઈ દેત્રોજા, ફઈજી મીનાબેન વસંતભાઈ દેત્રોજા અને ફઈજીના દીકરા આનંદ વસંતભાઈ દેત્રોજા રહે. બધા ન્યુ ચંદ્રેશનગર ચોક પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કેતે તથા તેનો ભાઈ પિયુષ બંને મોરબીના મુનનગર ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે ફરિયાદી તથા તેના ભાઈના પત્ની જે બંને સગા બહેન છે તેઓને જોઈ જતા તેમની સાથે તે લોકો વાત કરતા હતા દરમિયાન રાજેન્દ્ર અને આનંદ એ ત્યાં આવીને ફરિયાદી તથા તેના ભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં તેના ફઈજી સહિત કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરુ કરી છે






Latest News