રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત


SHARE









મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત

મોરબીના લક્ષ્મીનગર બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે ગુરુકુળ પાસે રહેતા શિવરામ નરશીભાઈ ભીલ (50) નામના આધેડ બાઈક લઈને લક્ષ્મીનગર બાયપાસ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને ઇજાઓથી થઈ હતી જેથી 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બોધનગર સોસાયટી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇકો ગાડી સાથે અથડાતા કાર્તિક ભીમજીભાઇ મકવાણા (18) અને મહેન્દ્ર નાગરભાઈ પારેઘી (35) નામના બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને  આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.




Latest News