મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર

ઓફિસ, દુકાન અને ઘરમાં ચોરી કરવામાં આવે અને તેની તપાસમાં ત્યાના જ કર્મચારીએ ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું ઘણી વખત સામે આવ્યું છે આવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર ફાઇનાન્સ પેઢીમાં 7.01 લાખની રોકડની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે બે કર્મચારી સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરેલ હતી અને તે ચારેય આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં લાઇટ માઈક્રો ફાઇનાન્સ પ્રા.લિ. નામની તેમની ઓફીસ આવેલ છે અને તેના શટરના તાળા ખોલીને ઓફિસની અંદર પ્રવેશ કરી તિજોરીમાં રાખવામાં આવેલ રોકડા 7,01,500 ની ચોરી કરવામાં આવી હતી. જેથી મોરબીના નાનીવાવડી રોડ ઉપર ભૂમિ ટાવરની પાછળના ભાગમાં આવેલ કબીર પાર્કમાં રહેતા જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ (24), વરૂણભાઈ મનસુખભાઈ ડોડીયા, જયભાઈ ઉર્ફે શની પ્રવીણભાઈ સોલંકી અને અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારી રહે. બધા જ મોરબી વાળાની ધરપકડ કરી હતી.

આ બાબતે આજે મોરબી ડીવાયએસપી પી.એ.ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીમાં ફાયનાન્સ પેઢીની ઓફિસમાં કરવામાં ચોરીના ગુનાનો ભેદ ઉકેવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા તેમજ એલસીબીની ટિમ જુદીજુદી દિશામાં કામ કરી રહી હતી. જો કે, ચોરી કરવા માટે આવેલ શખ્સે તાળાં તોડવાને બદલે ખોલીને ચોરી કરી હતી જેથી કરીને કોઈ જાણભેદુ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી અને ઓફિસના સીસીટીવી કેમેરાના ફૂટેજને ચેક કર્યા હતા ત્યારે એક શખ્સ મોઢે રૂમાલ અને ટોપી પહેરી ઓફિસમાં શટર ખોલીને આવે છે અને તિજોરીને ખોલીને તેમાંથી રૂપિયા લઈને જાય છે તેવું જોવા મળ્યું હતું.

દરમ્યાન એલસીબીની ટીમે રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થયેલા ડબલ સવારી બાઇકને રોકીને તેની ઉપર જઈ રહેલા શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી રોકડ 7 લાખ રૂપિયા, મોબાઈલ અને પાંચ ચાવી મળી હતી. જેથી તે બંનેની આગવી ઢબે પૂછપરછ કરતાં તે બંનેએ ફાયનાન્સની ઓફિસમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય બે શખ્સ પણ સાથે હોવાનું કબૂલાત આપી હતી. જે ચાર આરોપીને પકડવામાં આવેલ છે તેમાંથી જયભાઈ સોલંકી અને અભિષેકભાઈ દેવમુરારી બંને લાઈટ માઈક્રો ફાઈનાન્સમાં નોકરી કરતા હતા અને તેને જ ઓફિસ અને તિજોરીની ડુપ્લિકેટ ચાવી તેમજ તિજોરીમાં રાખવામા આવેલ રોકડની માહિતી આરોપી મયુર કોટવાલ અને વરુણ ડોડીયાને આપી હતી જેથી કરીને મયુર અને વરુણ બંને ચોરી કરવા માટે આવ્યા હતા

આ ગુનામાં પોલીસે ચોરીમાં ગયેલ રોકડ 7,0,1,500 ઉપરાંત ચાર મોબાઈલ, એક બાઇક, પાંચ ચાવી મળીને આરોપીઓ પાસેથી 8,01,500 નો મુદામાલ કબજે કર્યો છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપર્ચમાં મોજશોખ પૂરા કરવા માટે અને આર્થિક લાભ માટે તેને ચોરી કરી હોવાનુ કબૂલ્યું છે. આ ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.






Latest News