રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ


SHARE









હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ

હળવદમાં સરકારી જગ્યા ઉપર દબાણ કરીને ગેરકાયદે નોનવેજનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને નોનવેજનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

હળવદ અસ્મિતા મંચ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદની સ્થાપનાથી હમણાં સુધી કોઈપણ જાહેર સ્થળે નોનવેજ માંસ-મટનનું વેચાણ કરવામાં આવતું ન હતું જો કે, છેલ્લા વર્ષોમાં લારીમાં માંસ મટન અને માંસાહારનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને સરકારી જમીન ઉપર દબાણ કરીને નોનવેજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર મરઘીના ઈંડા ફેંક્યા હતા અને બે દિવસ પૂર્વે હળવદની બજારમાં સંગીતા પાન પાસે કોઈ પશુના માંસના ટુકડા જાહેરમાં ફેંકી ગયું હતું જેથી લોકોની લાગણી દુભાઈ છે માટે શહેરમાં ગેરકાયદે ચાલતા નોનવેજના હાટડા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




Latest News