ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે નિર્વસ્ત્ર હાલતમાં દાઝી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાતા સારવાર દરમિયાન દમ તોડ્યો


SHARE















મોરબીના નીચી માંડલ પાસે નિર્વસ્ત્ર હાલતમાં દાઝી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાતા સારવાર દરમિયાન દમ તોડ્યો

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ પાસેથી બે દિવસ પહેલા દાજી ગયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખેસાડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજેલ હોય હાલ આ યુવાન કોણ છે..? અને બનાવ બનવાનું ખરું કારણ શું છે..? તે દિશામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ તથા સ્ટાફ દ્વારા મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામે નોકેન સીરામીકની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલ પાસેથી ગઈ તા.૨૦ ના રોજ સવારના ૧૧ વાગ્યાના અરસામાં નિર્વસ્ત્ર હાલતમાં દાઝી ગયેલા આશરે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની સાથે કોઈ ન હોય મોરબી સિવિલમાંથી સ્ટાફ સાથે ગયો હતો અને તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં આ આશરે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ હતું અને હાલ ડેડબોડી રાજકો સિવિલે રાખલામાં આવેલ છે.આ બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતકની ઉંમર આશરે ત્રીસેક વર્ષની હતી.જોકે આ અજાણ્યો યુવાન કોણ હતો..? અને બનાવ કઈ રીતે બન્યો છે..? આપઘાત છે કે અન્ય કોઈ બાબત છે..? તેમજ મૃતકના શરીર ઉપર કપડાં ન હતા તેથી આંટીઘૂટી વાળા આ કેસની ગુથ્થી સુલજાવવા માટે મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત વર્ણન મુજબ કોઈ યુવાન ગુમ હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો મૃતક પરપ્રાંતીય હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે જણાઈ રહ્યું છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી 

ખાણ ખનીજ વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામના પાટીયા પાસેથી નીકળેલ ટ્રક વાહન નંબર જીજે ૩૯ ટી ૭૬૪૪ ને અટકાવવામાં આવ્યો હતો અને તેમાં ભરવામાં આવેલ બ્લેક ટ્રેપ બાબતે ચાલક દશરથપુરી રમેશપુરી ગોસ્વામી રહે.રાપર જિલ્લો કચ્છ વાળાને પૂછપરછ કરવામાં આવી હતી.જોકે તેની પાસે ખનીજના અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ટ્રક તથા ખનીજ મળીને ૩૦ લાખનો મુદ્દામાલ દંડ વસૂલવા અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ચકમપર (જીવાપર) ગામે રહેતો બસીરભાઈ અબ્દુલભાઈ પીલુડિયા નામનો ૩૬ વર્ષનો યુવાન તા.૨૧ ના બપોરના એકાદ વાગ્યે જેતપર ગામથી ચકમપર બાજુ જતો હતો ત્યારે રસ્તામાં પાવળીયારી નજીક તેના બાઇકની આડે કુતરૂ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું.જેમાં બસીરને ઇજા થતાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડયો હતો અને આ બનાવની તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે રહેતો હિતેશભાઈ રમેશભાઈ કંજારીયા નામનો ૨૮ વર્ષનો યુવાન તા.૨૧ ના સાંજના સાતેક વાગ્યે બાઈક લઈને જતો હતો ત્યારે વનાળીયા ગામ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી તેને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઈ મેસવાણિયા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

તેમજ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતા સમયે બાઇક રામદૂત પેટ્રોલ પંપ પાસે સ્લીપ થઈ જતા બાઈકના પાછળના ભાગે બેઠેલા ગીતાબેન પ્રેમાભાઈ પટેલ (ઉમર ૫૪) રહે.છાપરા તાલુકો વાંસદા નવસારીને ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News