મોરબી સબ જેલમાં રાખવામા આવેલા કેદીનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાઇરલ થયેલ છે જેથી કરીને હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓએ દ્વારા જેલમાં જે કેદીનો વિડોયો લાઈવ થઈને વાયરલ થયેલ છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
મોરબી જેલમાંથી અગાઉ માવા મળી આવ્યા હતા અને હાલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાનો મેસેજ વિડીયો સાથે વાયરલ થયો છે. જેમાં કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું અને જેલમાંથી તેને rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી લાઈવ કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને જે કેદીનો વિડીયો છે તે ગેંગ રેપના કેસમાં જેલમાં બંધ છે. અને જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદ્રાબાદમાં લૂંટનો ગુનો નોંધાયેલ છે.
વધું મળી રહેલ માહિતી મુજબ આગાઉ આરોપી બાબુ દેવા કનારા ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે. અને છેલ્લા છ માસથી તેને જેલ બદલી થઈ મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો છે આ મામલે જેલ અધિક્ષક સહિતની ટિમ તપાસ કરી રહી છે તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા અને એસઓજીની ટિમ હાલમાં જેલમાં પહોચી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. અને સાંજ સુધીમાં નવા જૂની સામે આવે તેવી શક્યતા છે. અને જે કેદીનો વિડીયો છે તે હાલમાં મોરબીની જેલમાં જ છે.