મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાંથી દેશી તમંચા અને કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાંથી દેશી તમંચા અને કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીમાં રણછોડનગર મેઇન રોડ ઉપર આવેલ અમૃત પાર્ક ખોડીયાર ડેરી ફાર્મ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો અને બે કાર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીમાં રણછોડનગર મેઇન રોડ ઉપર આવેલ અમૃત પાર્ક ખોડીયાર ડેરી ફાર્મ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો તથા બે જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અજયકુમાર મનભરણ સિંઘ (36) રહે. નવા પ્લોટ વિસ્તાર લાલપર તાલુકો મોરબી હાલ રહે. રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલ પાછળ મોરબી મૂળ રહે બિહાર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે પોતાની પાસે શા માટે રાખતો હતો અને હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.પી. જાડેજા ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી અને આરોપી આરોપી રમિઝખાન નુરાખાભાઈ સિપાઈ (36) રહે. કાલિકા પ્લોટ શેરી નં-1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News