મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા નજીક ભેંસ સાથે ડબલ સવારી બાઇક અથડાતાં વૃદ્ધનું મોત, એક સારવારમાં


SHARE











વાંકાનેરના કેરાળા નજીક ભેંસ સાથે ડબલ સવારી બાઇક અથડાતાં વૃદ્ધનું મોત, એક સારવારમાં

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ હોટલ સામેથી ડબલ સવારી બાઇક રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈક આડે ભેંસ ઉતરતા બાઇક ચાલકે બાઈકને બ્રેક કરતાની સાથે જ બાઇક ભેંસ સાથે અથડાયું હતું જે અકસ્માતના બનાવમાં બાઇકમાં પાછળના ભાગે બેઠેલા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે બાઈક ચલાવી રહેલા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આરાધના ગેસ્ટ હાઉસ ચંદ્રપુર ખાતે રહેતા કમલકાંતભાઈ દુર્ગાપ્રસાદભાઈ ચૌધરી (29)એ મૃતક પુનાભાઈ મંગાભાઈ વોરા (68) રહે. રાતીદેવડી તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ દ્વારકાધીશ હોટલ સામેથી તે મૃતક પૂનાભાઈના બાઈક નંબર જીજે 3 સીએ 0580 માં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકની આડે ભેંસ ઉતરતા પુનાભાઈએ બાઇકને કંટ્રોલ કરવા માટે બ્રેક કરી હતી દરમિયાન બાઇકના સ્ટેરિંગનો કાબુ ગુમાવી દેતા બાઈક ભેંસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જે બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે બાઈક ચલાવી રહેલા પુનાભાઈ વોરાને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News