મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

રાજકોટ ક્રાઇમ બ્રાંચની દારૂના કાર્ટિંગ સમયે રેડ, ૪૨૫ પેટી દારૂ સહિત ૪૦ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીને દબોચ્યા


SHARE







રાજકોટ ક્રાઇમ બ્રાંચની દારૂના કાર્ટિંગ સમયે રેડ, ૪૨૫ પેટી દારૂ સહિત ૪૦ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીને દબોચ્યા

રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂના કાર્ટિંગ સમયે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં હીરાસર ગામ બંસલ પેટ્રોલપંપ પાસે વીડી વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે કન્ટેનરમાથી બોલેરો પિકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવામાં આવી રહ્યું હતું જેથી સ્થળ ઉપરથી ત્રણ આરોપીને દબોચ્યા હતા અને તેની પાસેથી ૪૨૫ પેટી દારૂ સહિત ૪૦ લાખના મુદામાલ કબજે કરીને આ માલ કોને મોકલવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે

રાજકોટ એ.સી.પી. ક્રાઇમ ડી. વી. બસીયા તેમજ પીઆઇ વી.કે. ગઢવીના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ પીએસઆઈ યુ.બી. જોગરાણાની ટીમના માણસો તથા પીએસઆઈ એમ.વી. રબારીની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે સી.એમ. ચાવડા તથા કરણભાઇ મારૂને હકિકત મળેલ હતી કે હીરાસર ગામ બંસલ પેટ્રોલપંપ પાસે આજુબાજુના વીડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ થવાનું છે જે હકિકત આધારે તે જગ્યાએ જઇ રેડ કરી હતી ત્યારે ઇંગ્લીશ દારૂનું કટીંગ ચાલુ હતું અને ટ્રેલર (કન્ટેનર) નંબર RJ 01 - G - 4105 તથા મહીન્દ્રા બોલેરો પીકઅપ નં. GJ - 36-v-0047 વાળી મળી આવેલ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપી પ્રવીણભાઇ નાથાભાઇ ગાંગડીયા (ઉવ .૩૫) રહે. રૂપાપરા ગામ, સલીમ ઇકબાલભાઇ શેખ (ઉવ ૪૦) રહે. વાંકાનેર અને ખીયારામ ગંગારામ બેનીવાલ વૈધરી (ઉવ .૨૫) રહે. બાડમેર (રાજસ્થાન) વાળા સામે ગુનો નોંધીને પોલીસે ૪૨૫ પેટી દારૂ કબ્જે કરેલ છે અને દારૂ તેમજ બે વાહન મળીને ૪૦ લાખ જેટલો મુદામાલ કબજે કરેલ છે અને આગળની તપસ શરૂ કરવામાં આવી છે આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઈ યુ.બી.જોગરાણા તથા એમ.વી.રબારી, સી.એમ.ચાવડા, બી.આર.ગઢવી, જયંતિભાઇ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ તથા પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News