હળવદ શહેર ભાજપ દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે રોપનું વિતરણ
મોરબીના ઘૂંટુ નજીક વાહન અકસ્માતમાં યુવાનનું મોત
SHARE
મોરબીના ઘૂંટુ નજીક વાહન અકસ્માતમાં યુવાનનું મોત
મોરબી-હળવદ હાઈવે ઉપર ઘુંટુ ગામ પાસે ગત મોડીરાત્રીના વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નિપજયુ હોય મોરબી તાલુકા પોલીસે અજાણ્યા મૃતક યુવાનના વાલીવારસની શોધખોળ હાથ ધરેલ છે.
મોરબી-હળવદ હાઇવે ઉપર આવેલા ઘુંટુ ગામ નજીક ગત મોડીરાત્રીના બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આસરે ૩૦ વર્ષીય અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતુ.બનાવ સંદર્ભે ભાણજીભાઈ બાબુભાઈ ઉભડ્યા રહે.ઘુંટુવાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં અજાણ્યા મૃતક યુવાનના માથાનો ભાગ છુંદાઇ ગયેલ હાલતમાં હોય તેમજ મૃતકે જનોઈ પહેરેલ છે તેથી તે બ્રાહ્મણ અથવા લોહાણા હોઈ શકે તેવા મૃતક યુવાનના વાલી વારસોની શોધખોળ કરવા તાલુકા પોલીસે તજવીજ શરૂ કરી છે.
યુવાનનું મોત
મોરબી તાલુકાના ચાંચાપર ગામે હાર્ટ એટેક આવવાથી કૈલાશભાઈ વલમજીભાઈ ભાલોડીયા નામના ૪૫ વર્ષના યુવાનનું મોત નિપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. તેમજ મોરબી નજીકના ટીંબડી ગામ પાસે ઘર નજીક પડી જવાથી કિરણબેન કાનજીભાઈ વેકરીયા નામની ૨૩ વર્ષીય યુવતીને ઇજાઓ થતાં તેણીને સારવાર માટે સિવિલે ખસેડાઇ હતી.
યુવાન સવારમાં
મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૨૧ માં રહેતો કલ્પેશ મનુભાઇ ભરવાડ નામનો ૨૩ વર્ષનો યુવાન કારમાં જતો હતો ત્યારે ધરમપુરના પીપરવાળી રોડ નજીક તેની કાર પલ્ટી મારી જતા ઇજાગ્રસ્ત કલ્પેશ ભરવાડને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં પરશુરામ પોટરીના ક્વાર્ટરમાં રહેતા જગદીશભાઇ ડાભીનો સાત વર્ષનો દીકરો દિપક રોડ ઉપર રમી રહ્યો હતો ત્યારે રામદેવપીર મંદિર પાસે કોઇ બાઈક ચાલકે હડફેટે લેતા દિપક જગદીશ ડાભી નામના સાત વર્ષના બાળકને ઈજાઓ થતા તેને સારવાર માટે સાગર ઓર્થોપેડીક હોસ્પીટલે ખસેડાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”