મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું નશાકારક દવાનું વેચાણ રોકવા પ્રયાસ: મોરબી જિલ્લામાં 61 મેડિકલ શોપને ચેક કરતી પોલીસ મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો હવે જો ચૂંટણી લડવામાં તમે (ગોપાલભાઈ) પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તૈયાર ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ ગુરુઓની વેદના સાંભળો: મોરબી જીલ્લામાં શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને મહાસંઘે આવેદન પાઠવ્યું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ


SHARE

















વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ચંદ્રપુરની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે બાબતનો ખાસ રાખીને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર સિટી પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેરના ચંદ્રપુર ગામે મસ્જિદની બાજુમાં રહેતા અલાવદીનભાઈ માહમદભાઈ ખોરજીયા (52)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલી રફીકભાઈ, અફઝલ દાઉદભાઈ, સોયબ રફીક, મમુબેનનો દિકરો રફીક, મરીયમબેન સંધી, નશીમબેન તથા રીક્ષા ડ્રાઈવર અલી ઉર્ફે અમન રહે. બધા ચન્દ્રપુર વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કેઆરોપીઓના માલઢોર ફરિયાદીની વાડીમાં જતા ફરીયાદીના પત્નીએ આરોપીઓને કહેલ કે “વાડીમાં કેમ માલ ઢોર આવવા દીધેલ છે” જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને લાકડી તથા પાઇપ વડે ફરિયાદી અને સાહેદોને માર મારવામાં આવ્યો હતો જેથી ફરિયાદી તથા રોશનબેન અને ઇબ્રાહીમભાઇને હાથે પગે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જયારે સામાપક્ષેથી ગુલશન સોસાયટી જૂની ફાઇસ્ટાર પોટરીની સામેના ભાગમાં રહેતા મરીયમબેન ઉર્ફે હબીબભાઈ વિકિયાણી (55)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલાઉદ્દીનભાઈ, તેના પત્ની રોશનબેન, ઈબ્રાહીમભાઈ માહમદભાઈ, રીઝવાનાબેન તથા સાલેહભાઈ ઈબ્રાહીમભાઈ રહે. બધા ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેચંદ્રપુરની ધમાચિયું સીમમાં અલાઉદ્દીનભાઈની વાડી આવેલ છે અને ફરિયાદીનો પૌત્ર તથા ભાણેજ માલઢોર ચરાવવા માટે થઈને ગયા હતા ત્યારે ધ્યાન ન રહેતા આરોપીઓની વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે તેઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદીને પાવડાના હાથાધોકા અને પાઇપ પડે માર માર્યો હતો અને અલીભાઈને માથામાં 20 ટકા આવ્યા હતા તેમજ ડાબા હાથના પોંચામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તો અમન ઉર્ફે અલીને માથાના ભાગે માર માર્યો હોય તેને પણ ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા ફરિયાદી સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News