વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ
મોરબીના યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા પકડાઈ
SHARE







મોરબીના યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા પકડાઈ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં શેરીમાં જુગાર રમતા આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ મહિલા મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી 3,600 રૂપિયાની રોકડ કબજે કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-3 માં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અંજનાબેન પ્રવીણભાઈ ચુડાસમા (35) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નં-1 મોરબી, ગીતાબેન રમેશભાઈ ધરજીયા (35) થે. નવલખી રોડ જલારામ એપાર્ટમેન્ટની પાછળ મોરબી, હંસાબેન સુરેશભાઈ ઉઘરેજા (35) રહે. રફાળીયા મઢુલી પાસે મોરબી, પૂજાબેન અનિલભાઈ ચૌહાણ (29) રહે. રણછોડનગર સાઈબાબાના મંદિર પાસે મોરબી તેમજ રંજનબેન અમરશીભાઈ દેગામા (52) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 3,600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે
કારમાં નુકશાન
માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારીની ચેકપોસ્ટ પાસેથી રાજકોટના કોઠારીયા ચોકડી રણુજા સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ આપાભાઈ મકવાણા જાતે આહિર (28) નામનો યુવાન પોતાની અલટો ગાડી નં. જીજે 3 એલઆર 6759 લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક નં. જીજે 12 બીવી 5481 ના ચાલકે ફરિયાદીની અલ્ટો ગાડીને પાછળના ભાગમાં તેમજ ડ્રાઇવર સાઈડમાં ટ્રક અથડાવીને ફારિયાદીની ગાડીમાં નુકસાન કરેલ છે જેથી કરીને યુવાને ટ્રક ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

