મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હોટલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના 125 આસામીઓને પાણી ચોરી માટે 12.92 કરોડનો દંડ


SHARE













મોરબી જીલ્લામાં હોટલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના 125 આસામીઓને પાણી ચોરી માટે 12.92 કરોડનો દંડ

મોરબી જીલ્લામાં નર્મદાની પાણીની લાઇન નીકળે છે તેમાંથી ગેરકાયદે કનેક્શન લઈને પાણી ચોરી કરવામાં આવે છે જેથી કરીને અવાર નવાર ચેકિંગ કરીને ગેરકાયદે કનેક્શન કાપવામાં આવે છે તો પણ પાણી ચોરીની પ્રવૃતિ બંધ થતી નથી તેવામાં પાણી પુરવઠા વિભાગની ટીમે મોરબી અને માળિયા તાલુકાના 14 ગામોમાં ચેકિંગ કર્યું હતું ત્યારે હોટેલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના 125 આસામીઓ પાણી ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને કુલ મળીને 12.92 કરોડનો દંડ કર્યો છે.

મોરબીમાંથી નર્મદાની પાણીની પાઈપલાઈન પસાર થાય છે અને તેમાંથી મોરબી, રાજકોટ, જામનગર તેમજ દ્વારકા જીલ્લામાં જીડબલ્યુઆઈએલ દ્વારા પાણી આપવામાં આવે છે જો કે, આ પાણીની લાઇનમાંથી ગેરકાયદે કનેશક્ન લઈને પાણી ચોરી કરવામાં આવે છે જેથી કરીને જામનગર અને દ્વારકા સુધી પાણી પહોંચતું નથી માટે પાણી પુરવઠા બોર્ડ અને જીડબલ્યુઆઈએલની ટીમે છેલ્લા દિવસોમાં મોરબીના અમરેલી, લુંટાવદર, પીપળીયા, જુના નાગડાવાસ, બરવાળા, ખેવારીયા, ધરમપુર, હજનાળી, વીરપરડા અને જેપુર તેમજ માળિયાના ઘાટીલા, ખાખરેચી, વેણાસર, ચાચાવદરડા સહિતના 14 ગામ પાસે ચેકિંગ કર્યું હતું ત્યારે હોટલ, બિલ્ડીંગ, શાળા, પેટ્રોલ પંપ, જીનીંગ મિલ સહિતની 125 આસામીઓ દ્વારા પાણી ચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવેલ હતી જેથી કરીને તે કનેક્શનોને કાપી નાખ્યા હતા અને પાણી ચોરી કરનાર આસામીઓને કુલ મળીને 12.91 કરોડનો દંડ કરવામાં આવેલ છે.






Latest News