માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષ ની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષ ની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીમાં હાથ ઉછીના પૈસા લઈને તે રૂપિયા પાછા આપવા માટે ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતાં કેસ કરવામાં આવેલ હતો જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ વ્યાજ સાથે ચુકાવવા માટેનો આદેશ કરેલ છે અને આરોપીને એક વર્ષની સજા ફટકારી છે.

મોરબીના પંચસર રોડ ઉપર આવેલ રાધે ક્રિષ્ના પાર્કમાં રહેતા મહેશભાઇ નરશિભાઇ ડાભીએ મોરબીના રહેવાસી વિપુલભાઈ કાનાભાઇ સોઢીયા પાસેથી અંગત ઉપયોગ માટે સંબંધના દાવે બે લાખ રૂપિયા લીધેલ હતા જે રકમ પરત આપવા માટે મહેશભાઇએ બે લાખનો ચેક આપેલ હતો જે રિટર્ન થયો હતો જેથી કરીને વિપુલભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી. ચીફ જયુડિ. મેજી. સાહેબની કોર્ટમાં વકીલ ભાવેશ એસ. જેઠા મારફતે કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. ડી.કે.ચંદાણી સાહેબએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ બે લાખની બમણી રકમ એટ્લે કે ચાર લાખ રૂપિયા વ્યાજ સાથે ચુકાવવા માટે આદેશ કરેલ છે. અને જો દંડની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ 3 મહિનાની કેદનો આદેશ કરેલ છે અને દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ તેમજ તેના પર 9 ટકા લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવાનો ચુકાદો આપેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના જાણીતા વકીલ ભાવેશ એસ. જેઠા રોકાયેલ હતા




Latest News