મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષ ની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષ ની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીમાં હાથ ઉછીના પૈસા લઈને તે રૂપિયા પાછા આપવા માટે ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતાં કેસ કરવામાં આવેલ હતો જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ વ્યાજ સાથે ચુકાવવા માટેનો આદેશ કરેલ છે અને આરોપીને એક વર્ષની સજા ફટકારી છે.

મોરબીના પંચસર રોડ ઉપર આવેલ રાધે ક્રિષ્ના પાર્કમાં રહેતા મહેશભાઇ નરશિભાઇ ડાભીએ મોરબીના રહેવાસી વિપુલભાઈ કાનાભાઇ સોઢીયા પાસેથી અંગત ઉપયોગ માટે સંબંધના દાવે બે લાખ રૂપિયા લીધેલ હતા જે રકમ પરત આપવા માટે મહેશભાઇએ બે લાખનો ચેક આપેલ હતો જે રિટર્ન થયો હતો જેથી કરીને વિપુલભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી. ચીફ જયુડિ. મેજી. સાહેબની કોર્ટમાં વકીલ ભાવેશ એસ. જેઠા મારફતે કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. ડી.કે.ચંદાણી સાહેબએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ બે લાખની બમણી રકમ એટ્લે કે ચાર લાખ રૂપિયા વ્યાજ સાથે ચુકાવવા માટે આદેશ કરેલ છે. અને જો દંડની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ 3 મહિનાની કેદનો આદેશ કરેલ છે અને દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ તેમજ તેના પર 9 ટકા લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવાનો ચુકાદો આપેલ છે. કેસમાં ફરિયાદી તરફે મોરબીના જાણીતા વકીલ ભાવેશ એસ. જેઠા રોકાયેલ હતા






Latest News