હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપે ગાડી લઇને આવેલા ત્રણ શખ્સોએ કરી 34 હજારના મુદામાલની ચોરી
વાંકાનેર નજીકથી દારૂ ભરેલી ગાડી રેડી મળી, 3.80 લાખનો મુદ્દામાલ કબજે: આરોપીની શોધખોળ
SHARE
વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ હોટલની પાછળના ભાગમાં ઇકો ગાડીનો ચાલક પોતાની ઇકો ગાડી મૂકીને પોલીસની હાજરી જોઈ જતા નાસી ગયો હતો જેથી કરીને પોલીસે તે ઇકો ગાડીને ચેક કરતા તેમાંથી ચારસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે દારૂ તથા ગાડી મળીને 3.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વાહન ચાલકની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભલગામ નજીકથી પસાર થતા રસ્તા ઉપર ઇકો ગાડી નંબર જીજે 36 એએફ 3451 લઈને પસાર થઈ રહેલ શખ્સ પોલીસને જોઈ જતા પોતાની ઇકો ગાડી ભલગામ પાસે આવેલ તુલસી હોટલની પાછળના ભાગમાં રસ્તા ઉપર મૂકીને ભાગી ગયો હતો જેથી કરીને તે રેઢી મળી આવેલ ઈકોગાડીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી ચારસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 80 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,80,000 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે