વાંકાનેર નજીકથી દારૂ ભરેલી ગાડી રેડી મળી, 3.80 લાખનો મુદ્દામાલ કબજે: આરોપીની શોધખોળ
વાંકાનેરના મેસરીયા ગામે ઝેરી જનાવર કરડી જતા સારવારમાં ખસેડાયેલા આધેડ મહિલાનુ મોત
SHARE
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઈ ભુસડિયા (55) નામના આધેડ મહિલા પોતાના ઘરે હતા ત્યારે તા. 24/11 ના રોજે સવારે સાત વાગ્યાના અરસામાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે કુવાડવા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.