મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાશે


SHARE







































મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાશે

મોરબીમાં કાલે ૧૦ ડિસેમ્બરના રોજ પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવાના હેતુથી મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રાજ્યની દીકરીઓ તથા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક બને શારીરિક રીતે સંપન્ન અને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત બેટી બચાઓ, બેટી પઢાઓ હેઠળ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ, પોલસી સબ ઇન્સ્પેક્ટર તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે ‘મિશન ખાખી’ અન્વયે તા.૧૦/૧૨ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે GMERS મેડીકલ કોલેજ રેલ્વે સ્ટેશન સામે, મોરબી ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
















Latest News