વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓદ્યોગીક વિસ્તારમાં યુવાનના ગળે છરી મૂકીને લૂંટ કરનારા ત્રણ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: વધુ 10 મોબાઈલ રિકવર કર્યા


SHARE











મોરબી નજીક ઓદ્યોગીક વિસ્તારમાં યુવાનના ગળે છરી મૂકીને લૂંટ કરનારા ત્રણ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: વધુ 10 મોબાઈલ રિકવર કર્યા

મોરબી નજીક ઓદ્યોગીક વિસ્તારમાં બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ યુવાનના ગળા ઉપર છરી મૂકી હતી અને ત્યારે બાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ચાર પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી પોલીસે આ ત્રણ શખ્સ અન્ય કયા કયા ગુનામાં સંડોવાયેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ ઈનવોલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો અમરભાઈ અંબાભાઈ કુશવા (૨૩) નામનો યુવાન ખોખરા હનુમાન પાસે રાત્રિના સમયે આંતરવામાં આવેલ હતો અને બે બાઈક ઉપર આવેલા અજાણ્યા ચાર શખ્સોએ તેના ગળા ઉપર છરી મૂકીને “તારી પાસે જે હોય તે આપી દે” તેવી ધમકી આપી હતી અને તે યુવાનનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા 2,500 રોકડા આમ કુલ મળીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરીને બાઈક ઉપર આવેલા આજાણ્યા ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.

આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને પોલીસે લૂંટ કરીને નાસી છુટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે દરમ્યાન એલસીબીના પીએસઆઇ સહિતની ટીમે માળીયા નજીકથી આરોપી અસગર રમજાનભાઈ મોવર (25) રહે. કાજરડા, સમીર સુભાનભાઇ મોવર (19) રહે. વાડા વિસ્તાર માળીયા (મિં) અને હનીફભાઇ અબ્બાસભાઇ ભટ્ટી (23) રહે. કાજરડા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે લૂંટમાં ગયેલ રોકડ તેમજ મોબાઈલ ફોન તેમજ એક છરી અને બીજા ચાર મોબાઈલ ફોન કબજે કરેલ છે અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ ગુનામાં હજુ આરોપી અવેશભાઇ સુભાનભાઇ મોવર રહે. ઇદ મસ્જીદ નજીક માળીયા (મિં) વાળાને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે અને આ આરોપીઓએ અન્ય કેટલા ગુના કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપીઓ અલગ-અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર નિકળતા એકલ-દોકલ મજુરોને છરીઓ બતાવી ડરાવી ધમકાવી તેઓ પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રકમની લુંટ ચલાવતા હોય છે. જેથી તેની પાસેથી ઘણા બધા લોકોને ટાર્ગેટ કરી પડાવેલ મોબાઇલ ફોન તથા કિમંતી ચીજવસ્તુઓ હોવાની શક્યતા છે અને પકડાયેલા ત્રણેય આરોપીઓની પુછપરછમાં તેમણે બીજા લીધેલ મોબાઇલ ફોન પોતાની પાસે સંતાડી રાખેલ હોવાની કબૂલાત આપેલ છે. અને હાલમાં પકડાયેલા ત્રણેય આરોપીઓના અન્ય એક સાગરીત દ્વારા આવાજ પ્રકારના ગુનામાં એક મજુરને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારેલ છે. જે હાલે ખુનના ગુનામાં જેલમાં છે. જેનો પણ આ ગુનામાં ટ્રાંસફર વોરન્ટ આધારે કબ્જો લેવા માટેની તજવીજ શરૂ કરી છે. આ શખ્સોએ ચોરી કે લૂંટ કરીને મેળવેલ વસ્તુઓ કોને વેંચતા હતા તે દિશામાં તપાસ કરવામાં આવશે હાલમાં પોલીસે આરોપીઓ પાસેથી વધુ ૧૦ જેટલા મોબાઇલ રીકવર કરેલ છે.




Latest News