મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દારૂની નાની મોટી 189 બોટલ સાથે ઘરધણીની ધરપકડ, માલ આપનારની શોધખોળ


SHARE













મોરબીમાં ઘરમાંથી દારૂની નાની મોટી 189 બોટલ સાથે ઘરધણીની ધરપકડ, માલ આપનારની શોધખોળ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની નાની મોટી 189 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા મોબાઈલ ફોન મળીને 96,476 ની કિંમત પણ મુદ્દામાકબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ તમારે મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં પાણીના ટાંકા પાસે રહેતા અજીત બણોધરાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુળ મળીને 189 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 91,467 રૂપિયાની કિંમતનો દારૂ તથા 5000 રૂપિયાની કિંમતણો એક મોબાઈલ આમ કુલ મળીને 96,467 ની કિંમતનો મુદ્દામા કબજે કર્યો છે અને આરોપી અજીત બચુભાઈ બણોધરા (33) રહે. હાલ કુબેર ટોકીઝ પાછળ માફાતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ સોમાભાઈ લોદરીયા રહે. ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વિપુલ લોદરીયાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા 696 ની કિંમતની દારૂની બોટલ તથા સ્કૂટર નંબર જીજે 36 એકે 7874 જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 30,696 ની કિંમતણો મુદામાલ કબજે કરી આરોપી મોહિત મુકેશભાઇ પરમાર (22) રહે. ઇન્દિરાનગર વિપુલનગર શેરી નં-1 મોરબી માટેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા રામચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી યુસુફભાઇ મહમદમભાઇ રતનીયા (22) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેનું પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેણે રોહિત જીવણદાસ દુધરેજીયા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા પાસેથી લીધી હોવાનું સામે આવતા પોલીસે આ બંને શખ્સોની સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપી રોહિત દુધરેજીયાને પકડવા માટે તજવી શરૂ કરી






Latest News