મોરબીમાં ઘરમાંથી દારૂની નાની મોટી 189 બોટલ સાથે ઘરધણીની ધરપકડ, માલ આપનારની શોધખોળ
મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં 6 થી 60 વર્ષના કાલકારોએ ક્રુતિ રજૂ કરી
SHARE
મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં 6 થી 60 વર્ષના કાલકારોએ ક્રુતિ રજૂ કરી
દરવર્ષે મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદાજુદા જીલ્લામાંથી ભાગ લેવા માટે 185 થી વધુ કલાકારો આવ્યા હતા અને તેઓએ તેની કૃતિ જજ અને શ્રોતાઓની સામે રજુ કરી હતી જેમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા કલાકારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
મોરબી સહિત ગુજરાતના બાળકો સહિતનાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થઈને દર વર્ષે ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ડાન્સ કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે યોજાયેલ ડાન્સ કોમ્પિટિશનમાં મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લાલજીભાઇ મહેતા, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, માજી પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા, મોરબી બિલ્ડર એન્ડ ડેવલોપર્સ એસોસિએશનના માજી પ્રમુખ શામજીભાઈ રંગપરીયા, ઘનશ્યામસિંહ ઝાલા, રામભાઇ મહેતા, બળવંતભાઈ ભટ્ટ, પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ, પત્રકાર જિજ્ઞેશભાઈ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે કલાકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે અને આ વર્ષે મોરબીમાં આવેલ દશાશ્રી માળીની વાડીમાં કોમ્પીટેશન રાખી હતી જેમા 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ, રામભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા તેમજ તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી