મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનને માર માર્યો


SHARE













મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનને માર માર્યો

મોરબીના સામાકાંઠે રહેતો યુવાન કાલિકા પ્લોટ વિસ્તારમાં તેના મિત્રને ત્યાં ગયો હતો ત્યાંથી તેને લઈ જઈને માર મારવામાં આવ્યો હતો.પૈસાની લેતી દેતી મુદ્દે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર નજીકના યોગીનગર વિસ્તારમાં રહેતા રણજીતસિંહ બળવંતસિંહ વાઘેલા(૪૫) નામનો યુવાન મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં તેના મિત્ર અબુભાઈ માજોઠીના ઘરે નજીક ગયો હતો ત્યારે ત્યાંથી તેને મેઘપર ઝાલા ગામે લઇ જઇને પૈસાની લેતીદેતી મુદ્દે માર મારવામાં આવ્યો હતો.પ્રહલાદસિંહ જેઠવા રહે.છાયા પોરબંદર ભગીરથસિંહ જેઠવા રહે.છાયા પોરબંદર અને અજયરાજસિંહ ઝાલા રહે.મેઘપર ઝાલા ટંકારા વાળાઓ દ્વારા પૈસા મુદ્દે તેને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે પોીસ નિવેદનમાં જણાવલ છે. આ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સોંદરવા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

હળવદના રણમલપુર ગામે રાકેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો મિતેશ રાજુભાઈ તળવી નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થતાં ડાબા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ત્રીકમજીભાઈ ગોઠી નામના ૫૨ વર્ષના આધેડ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વાંકાનેર હાઈવે શક્તિ ચેમ્બર ખાતે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી જમણા હાથના ભાગે ઈજા પામેલ હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઇ જવાયા હતા.જેને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબી વીસીપરામાં રહેતા હસીનાબેન રફિકભાઈ ખુરેશી (ઉંમર ૫૨) નામના મહિલાને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના ઘરે તેમના પુત્રવધુએ ગરમ શાક માથે નાંખતા તેઓ દાજી ગયા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના આર.એન.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ રાજપર ગામે રહેતા હંસાબેન ભાયાભાઈ મોકરીયા નામના ૪૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર ટોયલેટ ક્લીનર પી જતા તેઓને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાઈ હતી.જ્યારે મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા દેવજીભાઈ જેસીંગભાઇ મકવાણા નામના ૬૫ વર્ષીય આધેડ ગામ નજીકથી બાઈકમાં જતા હતા ત્યાં તેમનું બાઈક સ્લીપ થવાના બનેલ બનાવમાં ઈજા પામતા તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.






Latest News