મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રાજનગરમાં રહેતી મહિલા દવા પી જતા સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના રાજનગરમાં રહેતી મહિલા દવા પી જતા સારવાર દરમિયાન મોત

મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતી મહિલા કોઈ અગમ્ય કારણોસર ઘંઉમાં નાંખવાના ટીકળા ખાઈ ગયા હતા.જેથી મોરબી બાદ વધુ સારવાર માટે ગોંડલ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે એ ડવીઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મુનનગર ચોક પાછળ રાજનગર મેઇન રોડ ઉપર આવેલ આરાધના ટાવર-૨ ખાતે રહેતા ભાવનાબેન વનરાજભાઈ હુંબલ (૩૪) નામની મહિલાએ તેઓના ઘરે ઘઉંમાં નાંખવાના ટીકળા ખાઈ ગયા હતા.જેથી કરીને તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે ગોંડલની શ્રીજી હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન ભાવનાબેન હુંબલનું મોત નિપજયુ હતુ અને મૃતદેહને પીએમ માટે મોરબીમાં લાવવામાં આવતા અને અહીં બનાવ અંગે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.હાલ મૃતકે કયા કારણોસર આ પગલું ભર્યું ? તે તપાસનો વિષય છે.

બીમારી સબબ વૃદ્ધાનું મોત

ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા માણેકબેન કરસનભાઈ મુંદડીયા નામના ૭૫ વર્ષીય વૃદ્ધાને બીમારી મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.અહીં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને ઉપરોક્ત બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મોરબીના જીવાપર ગામે રહેતા કાંતિભાઈ મગનભાઈ કાલરીયા (૩૫) નામનો યુવાન મોરબીના જેતપર-પિપળી રોડ ઉપર આવેલ પાવડીયાળી કેનાલ નજીક કામ કરતો હતો ત્યારે ત્યાં ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા ઈજા પામતા તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથક ના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ગાળા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઈજા થવાથી સારબાઇ જલાલુદ્દીન લધાણી (૪૧) રહે.ત્રાજપર ખારી સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના ખાનપર અને ધુળકોટની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આશરે પચ્ચીસેક વર્ષના અજાણ્યા યુવાનને ઇજા પામેલ હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા સ્ટાફના ફિરોજભાઈ સુમરા દ્વારા બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી તેમજ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક રહેતા અને મૂળ મધ્યપ્રદેશનો અતુલ રતનસિંગ બેંગલ નામનો ૧૯ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો.ત્યારે સામેથી ટ્રક ચાલકે તેને હડફેટ લેતા અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતા સિવિલએ સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News