મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના રામચોક પાસે એસટી અને રિક્ષા વચ્ચે અકસ્માત: બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE













મોરબીના રામચોક પાસે એસટી અને રિક્ષા વચ્ચે અકસ્માત: બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર રામચોકના ઢાળ પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર રામચોકના ઢાળ પાસેથી પેસેન્જર રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષા અને ભુજ-સાવરકુંડલા રૂટની એસટી બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રિક્ષામાં બેઠેલ હસીનાબેન સલીમભાઈ બતરીયા (47) રહે. ઘુનડા (સ), યાસ્મીનબેન સબીરભાઈ આસ્વાણી (53) રહે. દાઉદી પ્લોટ મોરબી અને જાહેર શબીરભાઈ આસ્વાણી (18) રહે. દાઉદી પ્લોટ મોરબી વાળાઓને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તો તેના બહેનના ઘરે જતા હતા તે સમયે રીક્ષા અને એસટીની બસ વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા તેવી પ્રાથમિક માહિતી પોલીસ તપાસ દરમિયાન સામે આવેલ છે






Latest News