મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાંથી ડીગ્રી વગર લોકોની સારવાર કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE









મોરબી શહેરમાંથી ડીગ્રી વગર લોકોની સારવાર કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે. તેવામાં છેલ્લા બે દિવસમાં મોરબી શહેર અને તાલુકામાંથી બે બોગસ ડોક્ટરને પકડવામાં આવેલ હતા તેવામાં મોરબી બી ડિવિઝન પોલીસે નિત્યાનંદ સોસાયટીની બાજુમાં આવેલ ક્લિનિકમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી એક બોગસ ડોક્ટર મળી આવેલ છે જેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લે બે દિવસમાં મોરબી તાલુકા અને શહેર પોલીસે બે જગ્યાએથી બોગસ ડોક્ટર પકડેલ છે જેમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આવેલ અક્ષર પ્લાઝામાં શ્રીરામ ક્લિનિક આવેલ તથા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ દોશી હાઇસ્કુલની બાજુમાં મહાવીરનગરમાં ઘરની અંદર જ કોઈપણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની એલોપેથીક દવા આપીને સારવાર કરતાં બે બોગસ ડોક્ટર સામે ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી તેવામાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીની બાજુમાં આવેલ શ્રીજી ક્લિનિક નામના દવાખાનામાં મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર દર્દીઓને એલોપેથિક દવાઓ આપીને તેની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી દવાઓ સહિતનો 8,941 ની કિંમતનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને બોગસ ડોક્ટર પ્રણવકુમાર અશોકભાઈ ફળદુ (24) રહે. જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે મોરબી મૂળ રહે. તરસાઈ તાલુકો જામજોધપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટીસના એક્ટ 30, 33 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News