મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 144 બીયરના ટીન સાથે એકની ધરપકડ: માલ કયાંથી આવ્યો તે પ્રશ્નાર્થ


SHARE













મોરબીમાં ઘરમાંથી 144 બીયરના ટીન સાથે એકની ધરપકડ: માલ કયાંથી આવ્યો તે પ્રશ્નાર્થ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 144 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 14,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમા એમ-25 બ્લોક નંબર-130 માં દારૂ બિયરનો પ્રહલાદસિંહ ઝાલાએ જથ્થો રાખ્યો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 144 બિયરના ટી મળી આવતા 14,400 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી પ્રહલાદસિંહ અર્જુનસિંહ ઝાલા (24) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ-25 બ્લોક નંબર-133 સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

બે બીયરના ટીન

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે જાહેરમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બે બિયરના ટીમળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 200 ની કિંમતના બિયરના જથ્થા સાથે હિરેન દેવશીભાઈ બાવરવા (32) રહે. ધ્રુવ હોસ્પિટલ સામે સત્કાર પાર્ટી પ્લોટ શિવાલય એપાર્ટમેન્ટ બ્લોક નંબર-301 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News