મોરબીમાં ઘરમાંથી 144 બીયરના ટીન સાથે એકની ધરપકડ: માલ કયાંથી આવ્યો તે પ્રશ્નાર્થ
મોરબીમાં ચલણી નોટના આધારે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
SHARE







મોરબીમાં ચલણી નોટના આધારે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
મોરબીમાં પરબજાર પાસે આવેલ ત્રિકોણબાગની સામે પોસ્ટ ઓફિસ આવેલ છે તેની પાછળના ભાગમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 4250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ત્રિકોણબાગની સામેના ભાગમાં પોસ્ટ ઓફિસ આવેલ છે અને તેની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ચલણી નોટના આધારે જુગાર રમતા ભરત બાબુભાઈ ચાવડા (26) રહે. ભરવાડ શેરી ખાટકીવાસ મોરબી, આસીફ જુમાભાઇ સુમરા (21) રહે. વીસીપરા શાંતિવન સ્કૂલની પાછળ મોરબી અને અમિત કાળુભાઈ મકવાણા (24) રહે. પંચાસર ગામ ભરવાડવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4250 ની રોકડ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
