મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE













મોરબીમાં નજીવી વાતમાં યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મહાવીરનગર સોસાયટીમાં રહેતા યુવાનોનો દીકરો તે વિસ્તારમાં રહેતા મહિલાના ઘરે ઊલિયા બનાવવા માટે તેને જતો હતો જે આરોપીને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના ઘરે આવીને ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેના ડાબા પગના સાથળના ભાગે છરી વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહાવીરનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર (45)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાલજીભાઈ શાંતિભાઈ પરમાર રહે વજેપર શેરી નં-11 મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો આરોપીના સાસુ લક્ષ્મીબેનના ઘરે ઊલિયા બનાવવા માટે જતો હતો જે આરોપીને સારું નહીં લાગતા આરોપીએ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.






Latest News