મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા નજીક વૃદ્ધને અંતરીને જમીન લે-વેચના પૈસા બાબતે બે શખ્સોએ ધોકા-પાઇપ વડે મારમાર્યો


SHARE













વાંકાનેરના અરણીટીંબા નજીક વૃદ્ધને અંતરીને જમીન લે-વેચના પૈસા બાબતે બે શખ્સોએ ધોકા-પાઇપ વડે મારમાર્યો

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના બોર્ડ નજીકથી પસાર થઈ રહેલ વૃદ્ધને કારમાં આવેલ બે શખ્સોએ રોકીને જમીન લે વેચના પૈસા આપવાના છે કે નહીં તે બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યારે વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા એક શખ્સે લોખંડના પાઈપ વડે અને બીજા શખ્સે ધોકા પડે માર માર્યો હતો અને ત્યારે છરી બતાવીને વૃદ્ધને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યાર બાદ કાર લઈને આવેલ શખ્સો નાશી ગયા હતા જેથી સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે જીવાપર રોફ સહકારી મંડળી પાસે રહેતા હુસેનભાઇ જલાલભાઈ ખોરજીયા (73)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નજરુદ્દીનભાઈ ગનીભાઈ બાદી રહે. મહીકા અને એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાનું વાહન લઈને અરણીટીંબા નજીક ડેરીએ દૂધ આપીને પરત પોતાના ઘરે વલાસણ તરફ જઈ રહ્યા હતા દરમિયાન આરોપી તેની કાળા કલરની ફોરવીલ ગાડી લઈને આવ્યા હતા અને ફરિયાદી વૃદ્ધને રોકીને ગાડીમાંથી નીચે ઉતરીને નજરુદ્દીનભાઈ બાદીએ જમીન લે વેચના પૈસા આપવાના છે કે નહીં તેવું પૂછ્યું હતું ત્યારે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ નજરુદ્દીનભાઈપોતાની પાસે રહેલ લાકડાના ધોકા વડે વૃદ્ધને માર્યો હતો તેમજ અજાણ્યા શખ્સે તેની પાસે રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદીને મારમારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી. ત્યારબાદ અજાણ્ય શખ્સે તેની પાસે રહેલ છરી બતાવીને વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેઓ પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બનાવ સંદર્ભે ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News