મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સ્ટેશન વાળી શેરીમાં એકી-બેકી તારીખ મુજબ પાર્કિંગ વ્યવસ્થાનો અમલ શરૂ


SHARE













મોરબીમાં ફાયર સ્ટેશન વાળી શેરીમાં એકી-બેકી તારીખ મુજબ પાર્કિંગ વ્યવસ્થાનો અમલ શરૂ

મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર સુધારાવાળી શેરી આવેલ છે તેમાં વર્ષોથી મોરબી પાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ સ્ટેશન આવેલ છે અને ત્યાં બે બેંક, સમાજવાડી, સ્કુલ અને જથ્થાબંધ સામાન વિક્રેતાઓની દુકાનો આવેલી છે. જેથી ટ્રાફિકનો પ્રશ્ન રહે છે અને આગા અકસ્માત સમયે ફાયરના વાહનો નીકળી શકતા નથી જેથી ત્યાં હવે એકી બેકી તારીખ મુજબ પાર્કિંગ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સુધારાવાળી શેરીમાં ફાયર સ્ટેશન છે ત્યાં નાના મોટા વાહનોનું રોડની બંને બાજુમાં અવ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવે છે જેથી કરીને આગ, અકસ્માત અને રેસ્ક્યુ કોલ સમયે ફાયર બ્રિગેડના વાહનોને આવવા જવામાં અવરોધ થાય છે અને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થાય છે જેથી કરીને સુધારાશેરીમાં વન સાઈટ પાર્કિંગની સુવિધા કરવા માટે કલેક્ટર કે.બી.ઝવેરીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જણાવ્યુ છે કે, નાના મોટા વાહનોનું પાર્કિંગ કરવા માટે દર મહિનાની એકી તારીખ દરમ્યાન રોડની ડાબી બાજુએ તથા બેકી તારીખે રોડની જમણી બાજુએ વાહન પાર્ક કરવાના રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. 20/2 સુધી અમલમાં રહેશે.






Latest News