મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન


SHARE









ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન

કચ્છ લોકસભા દ્વારા તા. 25 ના પુર્વ વડા પ્રધાન ભારતરત્ન અટલજીના જન્મદિને સુશાસન દિવસે સરકારની યોજનાઓના પ્રચાર-પ્રસાર લાભાર્થીઓને લાભ અને સન્માનનો કાર્યક્રમ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા રાખવામા આવેલ છે. ત્યારે “ગુડ ગવર્નસ ડે” ની ઉજવણી અને ભારત રત્ન અટલજીને યાદ કરવાનો સુવર્ણ અવસરે સહભાગી બનવા જાહેર જનતાને પધારવા  સાંસદએ અપીલ કરે છે.

પુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી બાજપેયીજીની જન્મ દિને ડિસેમ્બર 25 તારીખે દર વર્ષે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ-સભાનતા લાવવા માટે સુશાસન દિન મનાવવામાં આવે છે. જન્મ જયંતિ નિમિતે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અંતર્ગત ચાલીત યોજનાઓ ના પ્રચાર-પ્રસાર અર્થે લાભાર્થીઓને લાભ આપવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સુશાસન દિવસ ઉજવવાનું આયોજન ભુજ અદાણી ઓડીટોરિયમ, જી.કે. હોસ્પિટલ મધ્યે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે.

જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના,પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિધા લક્ષ્મી યોજના, સહિતના લાભર્થીઓને લાભ આપવા તથા સન્માન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વધુમાં સાંસદએ જણાવ્યુ હતું કે, સામાન્ય વર્ગ માટે ઉપરોક્ત યોજનાઓ ખુબજ લાભદાયી છે. જેનો પ્રચાર પ્રસાર વધુ ને વધુ થાય જેથી જનતા તેનો વધુમાં વધુ લાભ લઇ શકે સ્વ રોજગારી માટે તક મળે, ઉર્જા બચત સુર્ય ઘર યોજના હેઠળ થઇ શકે, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ લાભ લઇ શકે, તેમને માર્ગદર્શન માટે આ કાર્યક્રમ આશીર્વાદ રૂપ બનશે. 




Latest News