પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ મહિલાનું બેભાન અવસ્થામાં જ મોત


SHARE













મોરબીમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ મહિલાનું બેભાન અવસ્થામાં જ મોત

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની બહારના ભાગમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ મહિલા બેભાન થઈ ગઈ હતી જેથી તે મહિલાને તેનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ઓલવીન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાણીબેન રાહુલભાઈ વણઝારા (20) નામની મહિલા કારખાનાની બહારના ભાગમાં વહેલી સવારે કુદરતી હાજતે ગઈ હતી અને ત્યારબાદ તે પરત નહીં આવતા તપાસ કરતા સ્થળ ઉપરથી મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી જેથી કરીને તેના પતિ રાહુલભાઈ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાન નથી તેવી માહિતી સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે






Latest News