મોરબીના કેસરબાગના બાકડા ઉપર બેઠલા યુવાનનું કોઈ કારણોસર મોત: હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગના બાકડા ઉપરથી મૃત હાલતમાં યુવાન મળી આવ્યો હતો જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા જસ્મીનભાઇ જયંતીભાઈ કાલરીયા (40) નામનો યુવાન મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગમાં હતો અને ત્યારે ત્યાં બાકડા ઉપરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તે યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આગળની વધુ તપાસ એચ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં નર્સિંગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 રહેતા પ્રભુદાસભાઈ હકુભાઈ સોલંકી (95) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ અંગેની મૃતકના દીકરા બાબુલાલ પ્રભુદાસ સોલંકી (71)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
