પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ નિમિતે તુલસી પૂજન, સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ નિમિતે તુલસી પૂજન, સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ  સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ મી ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 8 વર્ષથી નાતાલના દિવસે આ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ નવમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથોસાથ વિવિધ ક્ષેત્રમાં લોકોને ઉપયોગી બને તેવી કામગીરી કરનારા પાંચ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તે ઉપરાંત તુલસી પૂજન, તુલસી રોપા તેમજ માંજર વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ તુલસી દિવસની ઉજવણી સાથે બે દિવસીય બિઝનેસ કાર્નિવલનું પણ આયોજન કરાયું છે. જેનો આજે છેલ્લો દિવસ છે આ કાર્નિવલમાં શાળાના ધો. 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની મુલાકાતે આવેલ વાલીઓ સહિતના લોકોને વિદ્યાર્થીના સ્ટોલ ઉપરથી માલની ખરીદી કરીને તેઓનો પ્રોત્સાહિત કર્યા હતા. તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે.






Latest News