પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: બે શખ્સ ચાર બોટલ દારૂ સાથે પકડાયા


SHARE













મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: બે શખ્સ ચાર બોટલ દારૂ સાથે પકડાયા

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ પાસે અને સનાળા રોડ ઉપર શ્રીજી એસ્ટેટમાં દારૂની બે જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે બંને જગ્યાએથી બે-બે બોટલ દારૂ સાથે બે શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તે સંદર્ભે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના નીચે માંડલ ગામની સીમમાં આવેલ જારકો સીરામીક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 1,124 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશ ત્રિભુવનભાઈ સનુરા (21) રહે. ઇન્દિરાનગર મહાદેવ મંદિર વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ શ્રીજી એસ્ટેટ શિવ શંકર પેકેજીંગ કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી વિજય ભાનુભાઈ શીલુ (50) રહે. પટેલ કોલોની બાયપાસ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News