પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન


SHARE













વાંકાનેરના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ  દ્રારા આયોજીત  ભવ્યાતિ ભવ્ય જાજરમાન દિકરી નું પાનેતર” સર્વ હિન્દૂ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફરતા બાદ આ આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે અઢારે વરણને સાથે રાખીને “દિકરી નું પાનેતર” ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 11/05/2025 ને રવીવારે સાંજે 5:00 કલાકે સર્વે હિન્દૂ જ્ઞાતીની દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે અને આ સમૂહ લગ્નમાં દરેક દિકરીઓને 101થી વધારે ચીજ વસ્તોઓનો કરિયાવર ભેટ આપવામાં આવશે. જેથી સર્વ હિન્દૂ જ્ઞાતિ જે દિકરીઓ આ સમૂહલગ્નોત્સવમાં જોડાવવા માંગતી હોઈ તેઓએ વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે અને વધુ માહિતી માટે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ કાર્યાલય (હેડ ઓફિસ) ન્યૂ કોમ્પલેક્ષ પહેલા માળે, જ્ઞાનગંગા સ્કૂલ સામે, બસ સ્ટેન્ડ મેઇન રોડ, વાંકાનેર (9173009968 અને 9106518189) તેમજ સાજણ એગ્રો પાડધરા બસ સ્ટેન્ડ પાસે (8849324020) સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે.






Latest News