મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

પ્રેમનો કરૂણ અંજામ: મોરબી નજીક સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડામાંથી પ્રેમિકાનું મોત


SHARE









પ્રેમનો કરૂણ અંજામ: મોરબી નજીક સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડામાંથી પ્રેમિકાનું મોત

મોરબીના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાં લઈ જવા માટે યુવાનનો ભાઈ આવેલ હતો પરંતુ રાજપર ગામે રહેતા યુવાન અને તેની પ્રેમીકાને વતનમાં જવું ન હતું જેથી કરીને યુવાન અને તેની પ્રેમિકાએ ત્રણ દિવસ પહેલા રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન પ્રેમિકાનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હિંમતભાઈ રામસિંગ (30) અને ઉષાબેન ભવરસિંહ પરમાર (22) નામના બે વ્યક્તિઓએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ત્રણેક દિવસ પહેલા સજોડે ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર દરમ્યાના મહિલા ઉષાબેન પરમારનુ મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણા કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા પાસેથી મળેલ માહિતી મુજબ હિંમતભાઈ રામસિંગ અને ઉષાબેન પરમારને પ્રેમ સંબંધ હોય તે પોતાના વતનમાંથી મોરબી આવી ગયા હતા અને અહી કામ કરવા લાગ્યા હતા અને રાજપર ગામે રૂમમાં રહેતા હતા દરમિયાન હિંમતભાઈનો ભાઈ તેના વતનમાંથી ત્યાં આવ્યો હતો અને તે બંનેને સાથે વતનમાં લઈ જવાની વાત કરી હતી જો કે, તે બંનેને વતનમાં ન જવું હોય જે બંને રૂમમાં સાથે ગયા હતા અને અંદરથી રૂમ બંધ કરીને હિંમતભાઈ તથા ઉષાબેને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન ઉષાબેનનું મોત નીપજયું છે.






Latest News